માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નો અમલ ૧૨–૧૦-૨૦૦૫ થી શરૂ થનાર છે. આ અધિનિયમની કલમ-૪ મુજબ દરેક જાહેર સત્તા મંડળે આ અધિનિયમ અમલમાં આવે તે તારીખ સુધીમાં કલમ-૫(બ) માં દર્શાવેલ જુદી-જુદી ૧૭ પેટા કલમ મુજબની માહિતી જાહેર પ્રજાની જાણ ખાતર પ્રસિધ્ધ કરવાની થાય છે. જોગવાઇ મુજબ સરકારશ્રી ના વિવિધ વિભાગો, વિવિધ ખાતાના વડાઓ અને પ્રદેશ તેમજ જિલ્લા દાથા તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓએ ઉપર દર્શાવ્યા મુજબની માહિતી પ્રસિધ્ધ કરવાની થાય છે.

જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જિલ્લાની માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષણના કિસ્સામાં મુખ્ય વહીવટી કચેરી છે. આ કચેરી સંલગ્ન માહિતી અંગે કચેરી સંલગ્ન સંસ્થાઓ, શાખાઓ અને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ જેને માહિતી મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય તેઓના ઉપયોગ અર્થે અધિનિયમ કલમ-૪(બ) ની પેટા કલમ (૧) થી (૧૭) મુજબની આ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

આ એક સરકારશ્રીની સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પુસ્તિકામાંથી પ્રાપ્ત થયેલ માર્ગદર્શન મુજબ બહાર પાડવામાં આવે છે.

આ પુસ્તિકા સંબધે વિશેષ માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો નીચેની વ્યક્તિનો સંપર્ક કરવા આથી જણાવવમાં આવે છે.

શ્રી એસ.ઓ. વસાવા
કનિયાન અધિક્ષક,
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત.
સી.૫, બહુમાળી મકાન, નાનપુરા, સુરત.
ફોન.નં. : ૦૨૬૧–૨૪૭૨૨૨૩
ડૉ. કે.આર. ઝાઝરૂકીયા
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,

 
 
Visitors Since 10-Sep-2011 : 2