સુરત વિશે

  • સુરત શહેર દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલ શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (ઝરી અને કિનખાબ) અને ડાઈંગનો છે.સાલ ૨૦૦૮ મા સુરત (૧૬.૫ % GDP) ભારત ના સર્વાધિક GDP વિકાસ દર ધરાવતા શેહરો માનું એક હતું.

ઈતિહાસ

  • સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલા મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસીક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૂષ્ણ જ્યારે મથુરા થી દ્વારકા જતા હતાં ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોક નાં સોપારા (મુંબઇ) અનેં સૌરાષ્ટ્ર નાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુર ને લાટ પ્રદેશ નું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણ પ્રદેશ થી લાટ તરફ વિસ્તર્યુ હતુ પણ તે ફક્ત દમણની આસપાસ ના મહાળ ક્ષેત્ર પુરતુ સીમીત હતું તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાનીં હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યાર બાદ સોલંકી કાળ દરમ્યાનં તે ગુજરાત નું એક મહત્વનું બંદર બની રહ્યું ૧૬ મી સદી દરમ્યાન મુઘલકાળમાં સુરત તો ભારત નું એક સમુધ્ધ શહેર અનેં બંદર બનીં ગયું તેથી તેનીં સુરક્ષામાટે સમગ્ર શહેરનીં ફરતે એક મજબુત અનેં ઉંચો કોટ બાંધવામાં આવ્યો જેનું નામં આપવામાં આવ્યું "શેહરે પનાહ"જેનેં સ્થાનીક લોકો નાંનાં કોટ તરીકે પણં ઓળખતા હતાં વખત જતાં શહેર વિસ્તરતું ગયું અનેં તે "શેહેરે પનાહ"નીં બહાર નીકળી ગયું , સુરતની સમુર્ધ્ધી દિન-પ્રતીદિનં વધી રહી હતી તેથી શહેરનીં સુરક્ષાનોં પ્રશ્ન ફરી ઉદભવ્યો તેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટ નું નિર્માણ થયું જેનેં નામ આપવામાં આવ્યુઆલમ પનાહ જેને સ્થાનીક લોકો "મોટા કોટ" તરીકે ઓળખતા હતા.

ભૌગોલિક સ્થાન

  • સુરત તાપી નદીના કિનારે વસેલું એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધોના કારણે હાલનું બંદર ખુબજ નાનું થઈ ગયું છે. જે હજીરા પાસે આવેલ છે. સુરતની આસપાસ તાપી જિલ્લો,ભરૂચ જિલ્લો,વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લા આવેલા છે જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.

આઝાદી પછી

  • આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ. સ. ૧૯૮૦ના દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર છે.

આજનું સુરત

  • ૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.
  • બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.
  • સુરત ની મહાનગરપાલિકા ની ગણતરી ભારતની આગળ પડતી મહાનગરપાલિકા મા થાય છે.અને મહાનગરના કાર્ય ખુબજ વખાણવા યોગ્ય છે.
  • રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.
  • રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૩,૨૮,૦૦૦ છે.
  • આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. અહિંથી દિલ્હી, જયપુર અને કંડલાની સીધી સેવાઓ ઉપલબ્ધ છે.
  • આજે સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ નો ખુબજ વિકાસ થઇ રહ્યો છે, સુરતનાં પિપલોદ વિસતારમાં આવેલ ગૌરવ પથ ઊપર રવીવારનાં દિવસે આખુ સુરત ઊમટી પડે છે. સાથે જ અડાજ્ણ અને પાલ વિસ્તાર ખુબજ ઝઙપથી વિકસતા વિસ્તાર છે.ટુક સમયમા શરુ થનાર બી આર ટી એસ યોજનાથી પરીવહન ઉચ્ચ સગવડતા વાળુ અને ઝડપી બની જશે.
  • સુરત એ ચંદીઘર અને મૈસુર પછી "સૌથી ચોખ્ખું" શહેર છે. સુરત એક જમાના માં ભારત દેશ નું સૌથી મોટું શહેર હતું. અને ૨૦૦૮ માં સુરત શહેર નો GDP growth rates સૌથી વધારે ૧૧.૫ % હતો.

હવામાન

  • શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ 10.2° સેં.
  • ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨.૭° સેં., અલ્પતમ ૨૪° સેં.
  • વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : આશરે ૯૩૧.૯ મીમી
  • અત્યાર સુધીનું સૌથી ઓછુ તાપમાન : ૬.૫° સેં.
  • અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન : ૪૮° સેં.
 
Visitors Since 10-Sep-2011 : 2